મત્સ્ય ઉતરાણ કેન્દ્ર પર ફીશરીઝ ગાર્ડ તરીકે કામગીરી કરતા 36 માજી સૈનિક તથા એસ.આર. ડી. જવાનનું છેલ્લા 11 વર્ષથી ઓછુ વેતન મળે છે, અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ કોઇએ ગંભીરતાથી ન લેતા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારાઇ છે. મદદનીશ મત્સ્યોદ્યોગને રજૂઆત કરી યોગ્ય કરવા જણાવાયું હતું. દરીયાઇ કેન્દ્રો પર આઉટસોર્સિંગથી બોટ મુવમેન્ટ તથા અગત્યની કામગીરી કરતા એસઆરડી જવાનો (ફીશરીઝ ગાર્ડ)એ મદદનીશ મત્સ્યદ્યોગ નિયામકને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, 2009માં ફીશરીઝ ગાર્ડની સેવા લેવા બાબતે ગુજરાત રાજય કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ફિશરીઝ ગાર્ડમાં માસિક વેતન અંગે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ સોસાયટી, અમદાવાદની ભલામણ મુજબ ભરતી સમયે માસિક વેતન રૂપીયા 6476 નક્કી કરાયો હતો, જેના આધારે 6500 રૂપીયા માસિક પગાર ચુકવાતો હતો.
બાદમાં માસીક વેતન વધારો કરવાની માગ કરાતા ગાંધીનગર દ્વારા 6500માંથી 15 હજારની ભલામણ કરાઇ હતી. જેમાં 2500 રૂપીયા વધારો કરીને 9 હજાર રૂપીયા કરાયો હતો. તેમણે માંગણી કરી હતી કે, ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લિમીટેડ દ્વારા સિક્યુરીટી ગાર્ડને માસીક 20 હજાર રૂપીયા ચૂકવાય છે એ મુજબ કરવામાં આવે. ફિશરીઝ ગાર્ડ દ્વારા છેલ્લા દસેક વર્ષથી પત્ર વ્યવહાર કરાય છે પણ કોઇ યોગ્ય ઉતર ન મળતા અંતે તેઓ લડતન મુડમાં હોવાનું દેખાયું હતું. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ સોસાયટી અમદાવાદની ભલામણ મુજબ 21 હજાર કરવામાં આવે તેવી વાત કરી હતી, જો કોઇ નિર્ણાયક જવાબ નહીં મળે તો ખુલતી સીઝનમાં ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39rIDBw
No comments:
Post a Comment