ભુજ અને નખત્રાણામાં અલગ અલગ બે જુગારના દરોડામાં પોલીસે ૧૧ ખેલીઓને 22.530ની રોકડ રકમ તેમજ એક હજારનો મોબાઇલ સાથે દબોચી લીધા હતા. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશના હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણા તેમજ નરેન્દ્રભાઇ આર. ધરડાને સયુક્ત બાતમી મળતાં દાદુપીર રોડ પર આવેલા શેખ ફળિયામાં દરોડો પાડ્યો હતો. ઈબ્રાહિમ ઓસમાણ શેખ ડાડાના રહેણાંક મકાનની બહાર જાહેરમાં જુગાર રમતા ઈબ્રાહિમ ઓસમાણ શેખ ડાડા (ઉ.વ.25), હનીફશા હાજીશા શેખડાડા (ઉ.વ.27), સુલેમાન હુસેનશા શેખડાડા (ઉ.વ.32) અને કરીમશા હાસમશા શેખડાડા (ઉ.વ.29)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેમના કબજામાંથી રૂપિયા 11,940ની રોકડ રકમ કબ્જે કરી હતી. કાર્યવાહી કરી હતી. દરોડામાં સ્ટાફના કમલેશ પરમાર પણ જોડાયા હતા.જ્યારે નખત્રાણા ખાતે મફતનગરમાં સર્વિસ સ્ટેશનની દિવાલ પાસે તીન પતિનો જુગાર રમતા ઇમરાન કાસમ આરબ, અલાના જુશબ કુંભાર, અયુબ લતીફ કુંભાર, ઇશાક આમદ હિંજોરજા, ધર્મેન્દ્ર લક્ષ્મણ ગોસ્વામી, મુબારક ઇસ્માઇલ કુંભાર, સુલેમાન ઉર્ફે કારો ઇબ્રાહિમ કુંભાર સહિત સાત ખેલીઓને 10,590 રૂપિયાની રોકડ રકમ અને એક હજારના મોબાઇલ સહિત 11,590ના મુદામાલ સાથે ઝડપી પાડીને નખત્રાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2P9cHJ3
No comments:
Post a Comment