નેત્રંગ ઓફિસર કોલોની સામે આવેલા ટુ વ્હીલરના કમલ ઓટો શો-રૂમમાં જુગાર રમતાં બેંક મેનેજર સહિત ખાનદાન નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં. જુગારીઓ પાસેથી રોકડા રૂા. 83 હજાર, 8 મોબાઇલ અને કાર, બાઇક સહિત રૂા. 7.94 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જુગારીઓએ સમગ્ર પ્રકરણનું ભીનું સંકેલવા ધમપછાડા કર્યા બાદ પણ પોલીસે ગુનો નોંધ્યો હતો. નેત્રંગના નવા પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન પૂર્વે ઓફિસર કોલોની સામે આવેલા ટુ વ્હીલરના કમલ ઓટો શો-રૂમમાં ગત 19મીએ સાંજે જુગાર રમાતો હતો. શો-રૂમના મુબીન શેખે મિત્રોને જુગાર રમવા બેઠક ગોઠવી હતી.
રૂા. 83 હજાર, 8 મોબાઇલ,કાર અને બે બાઇક સહિત રૂા. 7.94 લાખનો મુદ્દામાલ જપ્ત
શો-રૂમના આગળના મોટા શટરને તાળું મારી અંદર જુગાર રમી રહ્યા હતાં. નેત્રંગ પોલીસને જાણ થતાં સાંજે પોલીસ સ્ટાફે ઓટો શો-રૂમને કોર્ડન કરી લીધો હતો. નાનુ શટર ઉંચુ કરીને અંદર પ્રવેશતા બીજા ગાળાના રૂમમાં જુગારની મહેફિલ જામી હતી. પોલીસને જોતા જ નબીરાઓ પત્તા ફેંકી ઉભા થવા જતાં પોલીસે તમામને ઝડપી લીધા હતાં. જુગારીઓમાં શો-રૂમના મુબીન શેખ, ખાનગી બેંકનો મેેનેજર, રેડિમેડ કપડાનો વેપારી, ભંગાર અને બિલ્ડીંગ મટિરીયલનો વેપારી, શાકભાજીનો વેપારી, ઇંટોના ભઠ્ઠાનો સંચાલકનો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓની અંગજડતી અને દાવ પરના રૂા. 83 હજાર, 8 મોબાઇલ,કાર અને બે બાઇક સહિત રૂા. 7.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jMUqPR
No comments:
Post a Comment