કોરોના મહામારીમાં પોઝિટીવ કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને આવનારો સમય હજી વધુ કપરો હશે તે ચોક્કસ છે. ત્યારે તેમાં કામ કરતા હેલ્થ કેરનો સ્ટાફ સ્વસ્થ અને સલામત હોઈ તે અત્યંત જરૂરી છે. તેવામાં હેલ્થ કેરનો સ્ટાફ દર્દીઓના બની શકે તેટલા ઓછા સંપર્કમાં આવે તે માટે હવે રોબોટથી મદદ લેવાઈ રહી છે. શહેરની બે સરકારી અને બે ખાનગી હોસ્પિટલમાં હાલમાં 7 રોબોટ કામ કરી રહ્યા છે. હોિસ્પટલમાં તબીબો અને સ્ટાફ કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે હવે રોબોટનો સેફેસ્ટ વિકલ્પ શોધાયો છે. વોર્ડમાં દર્દીઓને દવા- ભોજન રોબોટ પહોંચાડે છે.
હેલ્થ વર્કરના ઑલ્ટરનેટ તરીકે રોબોટ સારી રીતે કામ કરી શકે છે
શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેમાં તબીબોની સાથે મેડિકલ સ્ટાફ સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ દિવસ રાત ખડેપગે કોરોનાના દર્દીની સારવારમાં લાગ્યા છે. કોરોનાના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવવાથી હેલ્થ કેરના સ્ટાફને કોરોનાનો ચેપ લાગવાની શકયતા રહેલી છે. આ સંભાવના સામે હકારાત્મક રીતે આગળ વધતા હવે રોબોટને કામે લગાડવામાં આવ્યા છે. સ્ટાફના એવા કેટલાક કામ હોય છ. જેના ઑલ્ટરનેટ તરીકે રોબોટ સારી રીતે કામ કરી શકે છે. જેના પગલે શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં રોબોટને મુકવામા આવ્યા છે. જ્યારે શહેરની બે ખાનગી હોસ્પિટલ પણ રોબોટનો ઉપયોગ કરાઇ રહ્યો છે.
હવે હેલ્થ કેરનો સ્ટાફ કોવિડની અન્ય કામગીરી કરી શકે છે
વડોદરા શહેરમાં અગાઉ 2 સરકારી એટલે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં અને બે ખાનગી હોસ્પિટલમાં પાંચ રોબોટ મુકવામાં આવ્યા છે. રોબોટ આપનાર ડો. વિજય શાહના જણાવ્યા અનુસાર આ રોબોટ હેલ્થ કેર વર્કરની ગરજ સારે છે. સામાન્ય રીતે કોવિડના દર્દીને દિવસમાં અનેક વખત દવા તેમજ જમવાનું આપવાનું હોય છે. જેમાં હેલ્થ કેરનો સ્ટાફ આ કામગીરી કરતો હોય છે. દર્દી સાથે સંપર્કમાં આવવાથી તેઓને ચેપ લાગવાની શકયતા વધારે રહેલી છે. ત્યારે રોબોટ દર્દીને જમવાનું આપવાની સાથે દવા પણ આપવા જઇ શકે છે. અને હેલ્થ કેરનો સ્ટાફ કોવિડની અન્ય કામગીરી કરી શકે છે.
સયાજી હોસ્પિટલમાં રોબોટ સુરક્ષાકર્મી તરીકે પણ કામ કરશે
હાલમાં ખાનગી કંપની દ્વારા પણ સયાજી હોસ્પિટલમાં બે રોબોટ આપવામાં આવ્યા છે. આ રોબોટ દર્દીને જમવાનું અને દવા આપવાની સાથે તેમના શરીરનું તાપમાન માપવાની પણ કામગીરી કરે છે. રોબોટ વોર્ડના પ્રવેશદ્વાર પર સુરક્ષાકર્મી જેવું પણ કામ કરે છે. રોબોટ દરવાજા પર પ્રવેશનાર વ્યક્તિનું સ્ક્રીનિગ કરશે, માસ્ક નહી પહેર્યું હોઈ તો એલર્ટ આપશે અને જતા રોકશે. સ્ટાફની હાજરી પણ પુરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WVAsIM
No comments:
Post a Comment