માધાપર નજીક આવેલ ટેકરીવાળા મહાદેવથી ઓળખાતા ગંગેશ્વર મંદિરના પાછળના ભાગમાં માધાપરના સ્વયંસેવી પ્રકૃતિના યુવાનોએ ટેકરીને સ્વચ્છ કરી,વૃક્ષારોપણ સાથે 180 કલાક જેટલું શ્રમદાન કરીને પ્રાકૃતિક સ્થળ વિકસાવ્યું છે. 264 મીટર ઊંચે આવેલી આ ટેકરી નયનરમ્ય બની ગઈ છે. ચોતરફ સ્વચ્છતા,એડવેન્ચર ટ્રેક માટે રૂટ અને વરસાદમાં ઝરણારૂપી પથ્થરોની રચના ભુજ આસપાસના વિસ્તારમાં તેને અનોખું સ્થળ સાબિત કરે છે.યુવાનોએ અહીં 50 વૃક્ષો પણ વાવ્યા છે,તો વરસાદના પાણીથી જ તેને પાણી આપી શકાય તે પ્રકારની કુદરતી સંગ્રહ વ્યવસ્થા પણ કરી છે.આજે જયારે લોકડાઉનમાં યુવાનો વેબસીરીઝ જોવામાં કે મોબાઈલમાં વ્યસ્ત હોય છે,તેના બદલે આ યુવાનોએ સમયનો સદુપયોગ કર્યો છે. હવે યુવાનોએ અહીં જઈ પ્રકૃતિ માણવાનો લ્હાવો ઉઠાવી શકે તેમ છે.જો કે અહીં કચરા ન ઠલવાય અને પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે એટલી જવાબદારી તો આપણી બને જ છે ને ?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CkBMxT
No comments:
Post a Comment