સ્મીમેર હોસ્પિટલના તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓ અને પરિવારજનોની વ્હારે આવ્યાં છે. સુરતમાં પહેલીવાર માસ કોલિંગનો નવતર પ્રયોગ કરી દર્દીઓનો ભરપૂર પ્રેમ મેળવ્યો છે. ડોકટરોની ટીમ દર્દીઓના પરિવારજનો સાથે રોજ એક વાર વિડીઓકોલિંગથી વાતચીત કરાવે છે. આ રીતે સ્મીમેરના તબીબોએ અનોખી સાયકોસોશ્યલ હેલ્થ ક્યોર ટ્રીટમેન્ટ અપનાવી છે, જેમાં દર્દીને પ્રસન્ન વાતાવરણ પૂરૂ પાડી મનોબળ મજબૂત બનાવે છે.
ખાવાપીવા અને બીજી સુવિધા બરાબર મળે છે કે નહીં એ અંગે ચિંતા પણ વ્યક્ત કરે છે
સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા એડિશનલ પ્રોફેસર ડો.દીપક શુક્લાએ જણાવ્યું હતું કે ‘અમારી તબીબી અને નર્સિંગ ટીમ કોવિડ 19 વોર્ડમાં 24 કલાક ફરજ બજાવે છે. અમારી ટીમના ડોક્ટરો દર્દીની ફિઝિકલ અને મેન્ટલ ક્યોર પર વિશેષ ધ્યાન આપવાની કોશિશ કરી રહ્યા છે. કંુટુંબીજનો વારંવાર સ્વજન દર્દીની તબિયત અંગે પૃચ્છા કરતાં હોય છે, એમને ખાવાપીવા અને બીજી સુવિધા બરાબર મળે છે કે નહીં એ અંગે ચિંતા પણ વ્યક્ત કરે છે, ત્યારે દર્દી એમના પરિવાર સાથે દરરોજ વિડીઓ કોલથી વાત કરી શકે એ માટે માસ કોલિંગનો અમે પ્રયોગ કર્યો છે. જેમાં જે ડોક્ટરો દર્દીને સારવાર આપવા રાઉન્ડ પર હોય છે, ત્યારે દિવસમાં એકવાર દર્દીના જ ફોનથી એમના સંબંધીને ફોન કોલ અથવા વિડિયો કોલ કરી કરી એમની હાલની સ્થિતિ વિશે વાત કરીએ છે. જેથી દર્દીના સગાસંબધીઓને પણ એમની તબિયત અંગે ખબર પડે છે, અને એમને ખાતરી પણ થાય છે કે ડોક્ટરો સમયસર સારવાર આપી રહ્યા છે.
ડોક્ટર ટીમ પણ વાત કરી સ્વજન ‘જલ્દી સારા થઈને ઘરે આવી જશે, જરાંય ચિંતા ન કરશો’ એવા આશ્વાસન આપે છે
ડો. શુક્લા વધુમાં જણાવે છે કે, અમે દર્દીઓને આપવામાં આવતાં ભોજનની થાળી પણ પરિવારને દેખાડીએ છીએ, જેથી દર્દીને કેવું ભોજન મળે છે એ પણ તેઓ મોબાઈલના માધ્યમથી જોઈ શકે. આમ, અમારી ટીમ બે પ્રકારે સારવાર આપી રહી છે, એક ફિઝિકલ રીતે, જેમાં દર્દીઓને સમયસર દવા, ઈન્જેકશન, આયુર્વેદિક ઉકાળો મળે છે, અને બીજી સાઈકોસોશ્યલ મેથડ, જેમાં દર્દી મેન્ટલી સ્ટ્રોંગ રહે, હકારાત્મક વિચારે અને ‘મને સારૂ થઈ જ જશે’ એવા આત્મવિશ્વાસ આવે એ માટે એમને 24 કલાકમાં એક વાર દર્દીને એમના પરિવાર સાથે વાત કરાવીએ છીએ. પરિવાર સાથે ડોક્ટર ટીમ પણ વાત કરી સ્વજન ‘જલ્દી સારા થઈને ઘરે આવી જશે, જરાંય ચિંતા ન કરશો’ એવા આશ્વાસન આપીએ છીએ, જેથી દર્દીને પણ સારૂ લાગે છે અને ખુશ રહે છે. વોર્ડમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દી અશ્વિનભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘મને કોરોના લક્ષણ દેખાતા સિવિલમાં પોઝિટિવ આવ્યો હતો. જેથી મને કોવિડ વોર્ડમાં દાખલ કરાયો હતો. અમે પરિવાર સાથે વિડીઓ કોલ દરમિયાન અમારી ચિંતા ન કરવા અને ડોકટરો અને નર્સિંગ સ્ટાફ અમારૂ ખુબ ધ્યાન રાખે છે, આ સાંભળીને પરિવારજનો પણ રાજી થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OE8BIt
No comments:
Post a Comment