રતડિયાના ઇન્ચાર્જ સરપંચના ગુના સંબંધી વિગતો તાલુકા વિકાસ અધિકારીએ તલાટી પાસેથી મગાવી છે.ઇન્ચાર્જ સરપંચ ખીમજી શિવદાસ પટેલ એટ્રોસિટી કેસમાં 4થી 5 દિવસ જેલવાસ ભોગવ્યો હોવા છતાં તે પદ પર રહેતાં પદ પરથી દૂર કરવા તા.7/6ના લો.જ.પા.ના સતાર માંજોઠી દ્વારા DDO સમક્ષ માગ કરાઇ હતી. ઇન્ચાર્જ સરપંચ સામે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં તા.29/2ના આઇ.પી.સી. કલમ 294 (બી), 506 (2), 114, જી.પી.એક્ટ કલમ 135તેમજ એટ્રોસિટી તળે ગુનો દાખલ થયો છે તેવી રજૂઆતના પગલે DDOએ તા.13/7 વાળા પત્રથી હકીકતની તપાસ કરી, આધાર-પૂરાવા સાથે ઇન્ચાર્જ સરપંચે કયા સમયગાળામાં, કયો ગુનો કર્યો છે તે સહિતની વિગત તલાટી પાસેથી મગાવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3jk6CqK
No comments:
Post a Comment