ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં આવેલી મોબાઈલ માર્કેટમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ વેચતા ચાર દુકાનદારને ઝડપી પાડ્યા છે .પોલીસે એપલ કંપની વિવિધ એસેસરીઝ મળી કુલ રૂ.1૩ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બસ સ્ટેન્ડમાં આવેલી આ ચારેય દુકાનોમાં ખીચોખીચ ભરેલા એપલ કંપનીની વિવિધ એસેસરીઝ મળી કુલ રૂ.13.82 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડ્યાં
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સીધી દેખરેખ હેઠળ કામ કરતી પ્રોહિબિશન ઓફ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ.ડી. ચાવડા તથા સ્ટાફે બાતમીના આધારે ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં આવેલા મોબાઈલ માર્કેટમાં દરોડો પાડ્યો હતો,જેમાં ચાર દુકાનોમાં કોર ટેલિકોમ,પરમેશ્વરી મોબાઈલ, શ્રી નાગનેચી મોબાઈલ એસેસરીઝ, અને ભવાની મોબાઈલ એસેસરીઝમાંથી એપલ કંપનીની નકલી એસેસરીઝનો લાખોનો માલ પકડી પાડ્યો હતો.આ મામલે પોલીસે વિક્રમ પુન્મા રામ સુથાર (ખાડિયા )કાંતિલાલ ઉકાજી ઘાંચી (ચાંદખેડા) ભેરારામ બગદારામ ઘાંચિ(માંડવીની પોળ માણેકચોક) શેતાન સિંહ ઓકસિંહ રાવ (જોગેશ્વર સોસાયટી,સીટીએમ) ની ધરપકડ કરી છે.
ઝડપાયેલા ચાર વેપારીઓ
1) વિક્રમ સુથાર (રહે. ખાડિયા)
2) કાંતિલાલ ઘાંચી (રહે. ચાંદખેડા)
3) ભેરરામ ઘાંચી (રહે. માણેકચોક)
4) શૈતાનસિંહ રાવ (રહે. સીટીએમ)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31wdGZh
No comments:
Post a Comment