કચ્છમાં વાવણીલાયક કુલ 7 લાખ 53 હજાર 907 હેકટર જમીન છે, જેમાંથી ચાલુ સાલે હજુ સુધી 5 લાખ 28 હજાર 329 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 5 લાખ 8 હજાર 632 હેકટરમાં વાવણી કરતા 19 હજાર 697 હેકટર જેટલું વધુ વાવેતર છે. ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક અથવા ચોમાસું પાક કહેવાય છે. ખરીફ પાકનો સમયગાળો જૂન-જુલાઈથી ઓકટોબર અને વધીને નવેમ્બર સુધીનો હોય છે. ખરીફ પાકમાં મુખ્યત્ત્વે ડાંગર, દિવેલા, કપાસ, દેશી કપાસ, તલ, સોયાબીન, અડદ, તુવેર, મગફળી, વરીયાળી, ગુવાર, નાગલી, મરચી, જુવાર, મકાઈ ઉપરાંત બાજરીનું પણ વાવેતર થતું હોય છે. જોકે, કચ્છમાં ચાલુ સાલે ઘાસચારા પછી ખરીફ પાકમાં હજુ સુધી સાૈથી વધુ દિવેલાનું 79 હજાર 297 હેકટરમાં વાવેતર થયું છે.
એ પછી કપાસનું 58 હજાર 694 હેકટરમાં વાવેતર થયું છે. મગનું 57 હજાર 665 હેકટરમાં, ગુવારનું 57 હજાર 305 હેકટરમાં, તલનું 52 હજાર 503 હેકટરમાં, મગફળીનું 51 હજાર 071 હેકટરમાં વાવેતર પહોંચ્યું છે.
અન્ય બાગાયતી પાકનું 74 હજાર હેકટરમાં
કચ્છમાં ખરીફ પાકનું 5 લાખ 28 હજાર 329 હેકટરમાં વાવેતર ઉપરાંત અન્ય બાગાયતી પાકનું 74 હજાર 26 હેકટરમાં વાવેતર થયું છે. આમ, વાવણીલાયક કુલ 7 લાખ 53 હજાર 907 હેકટર જમીનમાંથી કુલ 6 લાખ 02 હજાર 355 હેકટરમાં વાવણી થઈ ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31xQ5rh
No comments:
Post a Comment