કચ્છ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા કોરોના મહામારીની મુશ્કેલીથી ડરવાને બદલે નવી તકના અવરસામાં જોવા માટે તેમજ નવા વ્યવસાયને વિકસાવવા જરૂરી તાલીમ માટે વેબિનાર યોજાયું હતું.
ઉદ્યોગ સાહસિકતા : શરૂઆત અને વિકાસ વિષય સાથે વેબિનારનું આયોજન કરયું હતું. જેમાં કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજા, વડા દિનેશ પરમાર, મિલિન્દ સોલંકી અને ડો.શીતલ બાટી દ્વારા છાત્રો અને ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું. વેબીનારમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન તાલીમ અધિકારી શિવાનંદ રાવલ દ્વારા ઉદ્યોગસાહસિકતા અને ઉદ્યોગોની શરૂઆત અને તેના વિકાસ બાબતે જરૂરી માહિતી આપી હતી તેમજ નવા વ્યવસાયને વિકસાવવા માટે જરૂરી તાલીમ અને સહાય અંગે વિગતવાર જાણકારી આપી હતી. ફેસબુક પર લાઈવ પ્રસારણ અંદાજે ૮૦૦ થી વધુ લોકોએ નિહાળ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PDbVnK
No comments:
Post a Comment