રાપર તાલુકાના હરીપર ગામે એક સાથે પાંચ જણાની હત્યાના ચકચારી બનાવમાં રાજ્ય સરકાર દ્વારા ભુજના વરીષ્ઠ વકીલ ભરતભાઇ એમ. ધોળકિયાને સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે.
ચકચારી હત્યાકાંડની ગંભીરતાને ધ્યાને લઇને આ કેસને ચલાવવા માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની નિમણુકનો નિર્ણય લઇને ભરતભાઇ એમ. ધોળકિયાની નિયુક્તિ કરી છે. ભરતભાઇ છેલ્લા ચાર દાયકાથી ફોજદારી અને દિવાની દાવાઓ ચલાવી રહયા હોઇ તેમજ તેઓ વારસાગત વકીલાત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમજ ભરતભાઇને વકીલાતના વ્યવસાયનો બહોળો અનુભવ હોવાથી રાજ્ય સરકારે આ ચકચારી હત્યા કેસમાં સરકારી વકિલ તરીકેની નિમણુક કરી છે. ભરતભાઇ અગાઉ જિલ્લા સરકારી વકિલ તરીકે તેમજ કચ્છ બાર એસોસીએશનના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ વિવિધ સંસ્થાઓ અને કંપની તેમજ ઉદ્યોગો એકમમાં કાનુની સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2D6EaZi
No comments:
Post a Comment