રક્ષાબંધનો તહેવાર નજીક આવતા જ માર્કેટમાં રંગબેરંગી રાખડીથી લઈને હવે તો ફોટોવાળી રાખડી પણ બજારમાં આવી ગઈ છે, એ વચ્ચે કચ્છની હસ્તકલા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ મહિલા સશક્તિકરણ સાથે વેસ્ટ પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા રાખડીઓ બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે.
કચ્છ ક્રાફટ કલેક્ટીવ ગ્રુપ જેમાં કચ્છની જાણીતી સંસ્થાઓ જેવી કે, ખમીર, કસબ, શ્રુજન, કલારક્ષા અને વીઆરડીઆઈએ આ બીડું ઝડપ્યું છે. બેંગ્લોર સ્થિત સંસ્થા આ કાર્ય માટે મહિલાઓને આર્થિક સહયોગ આપશે. કોરોના મહામારીના સમયમાં આ રાખડીઓ બનાવતી અનેક બહેનોને રોજગારીની તક મળી છે. જેમાં વેસ્ટમાંથી બેસ્ટ બનતી એક રાખડી માટે સંસ્થા 15 રૂપિયાનો દર પણ ચૂકવશે.
ખાસ કરીને પ્લાસ્ટિક ગૂંથણ દ્વારા આ રાખડી બનાવવામાં આવી રહી છે. જેને ઉપરથી સજાવીને આકર્ષક લૂક પણ અપાઈ રહ્યો છે. આ સિવાય હાથ વણાટની તિરંગા વળી રાખડીઓ પણ હસ્તકલા ક્ષેત્રે કાર્યરત બહેનોએ બનાવી છે. તો બીજી બાજુ દોરીની એમ્બ્રોડરી વાળી રાખડીઓ પણ નિર્માણધીન છે. અત્યાર સુધી મોટાભાગની રાખડીઓ બની ચૂકી છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સાથે અંજારમાં પણ સખીમંડળો આ પ્રકારની રાખડીઓનું નિર્માણ કરી રહ્યા છે.
મહિલાઓને રોજગારી મળશે,પ્લાસ્ટિક બેસ્ટ બનશે
ખમીર સંસ્થાના હસ્તકલા માટે કાર્યરત રહેતા ઘટિતભાઈ લહેરૂએ જણાવ્યું કે, આ અભિયાન બેંગ્લોરના રંગ દે હબ્બા નામની સંસ્થા દ્વારા દેશભરમાં ચલાવી રહ્યું છે. કચ્છમાં કચ્છ ક્રાફટ કલેક્ટીવ અંતર્ગત સંસ્થાઓ આ કાર્યમાં જોડાઈ છે. પ્લાસ્ટિકના વેસ્ટમાંથી રાખડી બેસ્ટ બનશે અને સાથે જ મહિલાઓને રોજગારી પણ પૂરી પાડવામાં આવશે. નોંધનીય બાબત છે કે,દેશભરમાં આ પ્રકારના અભિયાનમાં કચ્છમાંથી પણ 40,000 રાખડીઓ બનશે તેમઘટિતભાઈએ જણાવ્યું હતું.
ભુજ-અંજારના ગ્રામ્ય વિસ્તારની બહેનો કાર્યમાં જોતરાઈ
આ અંગે કુકમા ગ્રામ પંચાયતના સરપંચ કંકુબેન વણકરે જણાવ્યું કે, આ કાર્યમાં કુકમા, અવધનગર સહિતના ગામોની બહેનો જોડાઈ છે. ખમીર સંસ્થા દ્વારા બહેનોને કોમ્યુનિટી હોલ ખાતે તાલીમ પણ આપવામાં આવી હતી.ઘરમાં પડેલા પ્લાસ્ટિકના ઉપયોગથી બહેનો વિવિધ આઈડિયા લગાવી બેસ્ટ ઉત્પાદન કરી રહ્યા છે. કોરોના મહામારીના લીધે સરકાર દ્વારા કરાયેલા લોકડાઉનમાં કંઈક સર્જાત્મક કામ પણ મળ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hhO097
No comments:
Post a Comment