એનસીઈઆરટી દ્વારા ટીચિંગ અને સાયન્સ પર ઓનલાઈન ડિપ્લોમા કોર્સ માટેની અરજીની અંતિમ તારીખને લંબાવી દેવામાં આવી છે. આ તારીખને લંબાવીને 9 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. અગાઉ આ કોર્સ માટે અરજી કરવાની અંતિમ તારીખ 26 જુલાઈ રાખવામાં આવી હતી. નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્રારા આ અંગે તેની ઓફિશિયલ વેબસાઈટ પર એક નોટિફીકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ ડિપ્લોમા કોર્સ શિક્ષકો, શિક્ષા ક્ષેત્રમાં ડિગ્રી કરી રહેલા વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન સાથે જોડાયેલા તમામ લોકો માટેનો કોર્સ છે. 40 અઠવાડિયાની અવધીનો આ કોર્સ 10 ઓગસ્ટથી શરૂ કરવામાં આવનાર છે. સમગ્ર કોર્સમાં કુલ 40 મોડ્યુલ રાખવામાં આવ્યાં છે અને પ્રત્યેક મોડ્યુલ બાદ એક ઓનલાઈન ટેસ્ટ પણ યોજવામાં આવશે. જેની તમામે નોંધ લેવાની રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XeVfXN
No comments:
Post a Comment