સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં જીટીયુ સતત ચોથી વખત રાજ્યના નોડલ કેન્દ્ર તરીકે પસંદ થયું છે. અમદાવાદની 13 ટીમો સિલેક્ટ થઈ છે. જેમાં GTUની 10 ટીમો છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ડિજિટલ પ્લેટફોર્મ પર 1 ઓગસ્ટથી 36 કલાક માટે યોજાશે. દેશની 1083 ટીમોના 8 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં જીટીયુ નોડલ કેન્દ્રોમાં 58 ટીમો જોડાશે. જ્યારે અન્ય ટીમો અન્ય રીજનમાંથી આ સ્પર્ધામાં ભાગ લેશે.
માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન-2020 તા.1થી 3 ઓગસ્ટે યોજાશે જેનું ઉદ્દધાટન 1 ઑગસ્ટે સવારે 7 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. ગુજરાતમાંથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા ઉદ્દધાટન કરશે. સ્માર્ટ કમ્યુનિકેશન, હેલ્થ કેર અને બાયોમેડિકલ ડિવાઈઝ, સ્માર્ટ વ્હિકલ, રોબોટીક્સ અને ડ્રોન, એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ, સિક્યુરિટી અને સર્વેલન્સ, ફૂડ પ્રોસેસિંગ, વેસ્ટ મેનેજમેન્ટ, ક્લિન વોટર , રિન્યુએબલ એનર્જી જેવી 11 થીમ પર સોફ્ટવેર અને હાર્ડવેર સહિતના 353 વિષયો પર વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ્સ રજૂ કરશે. સોફ્ટવેર સંબધિત 56 ટીમના યુવા ટેકનોક્રેટ ઈમેજ પ્રોસેસીંગ, ટ્રેકિંગ સિસ્ટમ અને મોબાઈલ એપ્લિકેશન સંબધિત 25 સમસ્યાના નિરાકરણ માટેના પ્રોજેક્ટ્સ રજૂ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30cp2lP
No comments:
Post a Comment