કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મુકવાની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં એક જ બોર્ડ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓ ભણશે, પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાને પ્રાધાન્ય અપાશે, ધો.10માં બોર્ડની પરીક્ષા નહીં હોય તેવા અનેક મોટા ફેરફારો સરકારે કર્યાં છે. ત્યારે સિટી ભાસ્કરે શહેરના શિક્ષણવિદો, સ્કૂલોના વડા, યુનિવર્સિટીઓના વડા સહિત શિક્ષકો અને ભાષાવિદ સાથે પણ વાત કરી હતી અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે સરકારે જે નિતી અપનાવી છે તે વિદ્યાર્થીઓ-વાલીઓ, શિક્ષકો અને દેશના ભવિષ્ય માટે કેટલી હકારાત્મક કે નકારાત્મક છે. જેમાં મળેલા પ્રતિસાદના કેટલાંક અશો વાચકો માટે પ્રસ્તુત છે.
વેલ પ્લાન્ડ પોલીસી છે : બોર્ડ એક થવાથી વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ ઘટશે
બોર્ડ એક જ થવાથી વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ ઘટશે. 2030 સુધીમાં 100 ટકા લિટરસી થશે. વેલ પ્લાન્ડ પોલિસી છે. જેનું ગ્રેજ્યુઅલી ઈમ્પ્લિમેન્ટ થશે. મલ્ટીપલ એક્ઝિટ-એન્ટ્રીમાં વિદ્યાર્થી જેટલું ભણે એટલું સર્ટી. અને ક્રેડીટ મળે, ફરી તેની ઈચ્છા થાય ત્યારે બાકીની ક્રેડીટ મેળવી શકે તે યોગ્ય છે. - ડૉ. નવીન શેઠ, VC, GTU
મૂલ્યો, રોજગાર શિક્ષણ પર ભારની નિતિ ભારતની ઓળખ
1980 પહેલા એક જ માળખું હતું. સમયાંતરે અનુભવો- તકલીફોને આધારે તે બદલાય છે. આ શિક્ષણ નીતિ તકલીફોને સુધારવાનો પ્રયત્ન અને ભારતની ઓળખ છે. જેમાં મૂલ્યો અને રોજગાર શિક્ષણ પર ભાર મુકાયો છે. સર્વાગી વિકાસ પર કેન્દ્રિત નીતિ સફળ પુરવાર થશે. - ડૉ. જગદિશ ભાવસાર, ઉપકુપતિ, જીયુ
આખા દેશની શિક્ષણ પદ્ધતિ એક થશે તેનો સૌથી વધુ ફાયદો થશે
શરૂઆતના ધોરણમાં ગુજરાતી ફરજીયાત છે તો અંગ્રેજી સ્કૂલોની મુશ્કેલીઓ વધી શકે. સૌથી મોટો ફાયદો દેશની શિક્ષણ પદ્ધતિ એક સરખી થશે તે છે. મેનેજમેન્ટ એક સાથે કરવું એ થોડી મુશ્કેલી પડી શકે તેવી બાબત છે. કેમ કે, બધું ધોરણ પ્રમાણે ચેન્જ કરવું અઘરું છે. - ડૉ. મિલન મિસ્ત્રી, એચઓડી, એજ્યુકેશન વિભાગ.
પહેલાં બાબુશાહિ બાળકો બહાર પડતા હતાં, જે હવે નહીં થાય
ધો.1થી 5માં માતૃભાષામાં શિક્ષણ મળે તે બાપુની ભલામણ હતી. છઠ્ઠા ધોરણથી વોકેશનલ શિક્ષણથી પણ વિદ્યાર્થીઓને ફાયદો થશે. મેકોલો શિક્ષણ પધ્ધતિથી બાબુશાહી વિદ્યાર્થીઓ તૈયાર થતાં તેને સ્થાને અનુભવ-કૌશલ્ય આધારિત શિક્ષણ લાભદાયી નિવડશે. - ભરત જોશી, ડીન ગુજરાત વિદ્યાપીઠ
માતૃભાષામાં શિક્ષણથી બાળક કોઇપણ ભાષા આસાનીથી શીખશે
અત્યારસુધી વાલીઓ અંગ્રેજી ભાષાના શિક્ષણને વધુ મહત્ત્વ આપતા, કારણ કે બાળકના ભવિષ્ય, નોકરી અને સ્ટેટસના પ્રશ્નો રહેતા. માતૃભાષામાં શિક્ષણ પછી નવી ભાષા શીખવી સહેલી પડશે. પ્રાથમિક શાળામાં માતૃભાષાના ઉપયોગથી બાળક કોઈ પણ ભાષા શીખી શકશે. - તુષાર શુક્લ, ગુજરાતીભાષાવિદ્
નવી નિતી વજનવાળું દફ્તર નહીં, અંકજ્ઞાન અને અક્ષરજ્ઞાનની છે
3થી 6 વર્ષની ઉંમરે તણાવયુક્ત શિક્ષણ નહીં રહે. અંકજ્ઞાન-અક્ષરજ્ઞાન છે. વજનવાળું દફ્તર નથી. માતૃભાષામાં પણ ભણવાનું છે. સાયન્સ લેનાર એકાઉન્ટ ભણતો હશે. ધો.6થી વ્યવસાયિક તાલીમ મળશે. નવી શિક્ષણ નિતી હકારાત્મક પરિણામો આપશે.
- ડો.કિરીટ જોષી, શિક્ષક, રાષ્ટ્રપતિ એવોર્ડી
ધો.10માં બોર્ડ નહીં હોય, બાળકો સાથે શિક્ષકો પર પ્રેશન નહીં હોય
નવી નીતિ સારી પહેલ છે. તેનાથી છોકરાઓ તણાવ વિના ભણશે. પરીક્ષાલક્ષી ભણાવવાનું નથી. ધો.10માં બોર્ડ ન હોવાથી શિક્ષકોનું પર આવતું પ્રેશર ઘટશે. શિક્ષકોએ ઈનોવેટિવ મેથડ, પ્રયોગોને રસ્તે જઇ બાળકોને પુસ્તકિયું જ્ઞાન આપવાનું ટાળવું પડશે. - વૈશાલી શાહ, પ્રિન્સિપાલ, દિવાન બલ્લુભાઈ સ્કુલ
બાળક વધુ માર્ક્સ લાવે તે નહીં, તે ઉત્તમ નાગરિક બનવો જોઇએ
નવી શિક્ષણ નિતી સમયની જરૂરિયાત છે. વર્ગમાં બાળક ભણે છે તે પરિક્ષામાં સારા માર્કસ લાવે છે કે નહીં પણ તેને ભવિષ્યમાં આગળ વધવા અને ઉત્તમ નાગરિક બનાવવા કેટલું ઉપયોગી છે તે મહત્વનું છે. આ નિતીમાં વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂકાયો છે. - રાધિકા ઐયર, પૂર્વ શિક્ષક અને ઉદગમના ડિરેક્ટર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DlO9tD
No comments:
Post a Comment