મહાપર્વાધિરાજ પર્યુષણ પર્વ 15 ઓગસ્ટથી શરૂ થાય છે. ચાલુ વર્ષે ઉપાશ્રયમાં કરવામાં આવતી બધી જ ક્રિયાઓ બંધ રાખવી જેવી કે વ્યાખ્યાન, સવાર-સાંજના પ્રતિક્રમણ, સામૂહિક તપ, પારણાં, જન્મ કલ્યાણ વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય વિગેરે ઉપરોક્ત દરેક ક્રિયાઓ ઘરે બેસીને જ કરવી. સામૂહિક ભેગા થઈને પણ ન કરવી.
પર્યુષણ પર્વમાં વ્યાખ્યાનોની એક પત્રિકા ગિરધરનગર જૈન સંઘ તરફથી બહાર પ્રકાશિત થવાની છે. તેમાં દરેકે નામ લખાવવું. તેમજ સવાર-સાંજ ના પ્રતિક્રમણ (પર્યુષણ પર્વના) સ્તવન સજજાય સહિતનું પુસ્તક આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા. પ્રેરિત પ્રકાશિત થયું છે. આ પુસ્તક દરેકે મંગાવવું જેથી પ્રતિક્રમણ ક્રિયા ઘરે બેસીને કરી શકાય. ખાસ ઉપાશ્રયમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘો આરાધના કરાવવી નહિ. તેવી શ્રી મહાસંઘ તરફથી વિનંતી કરવામાં આવી છે. તમામ લોકોએ સરકારે સમય પ્રમાણે કરેલા નિર્ણયનો ફરજિયાત અમલ કરવો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gsLgpD
No comments:
Post a Comment