શનિવારે કોરોનાના નવા 26 કેસ વચ્ચે સિવિલમાં શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ લીધા બાદ તેમને ઘરે મોકલી દેવાની ગંભીર બાબત આરોગ્ય અધિકારીના ધ્યાને આવતાં તેમણે સિવિલ સર્જનને લેખિતમાં ગંભીરતા બાબતે તાકીદ કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ સિવિલ સર્જનને લેખિતમાં સૂચના આપી છે કે, સિવિલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓના RT - PCR તેમજ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે.
કુલ 522 લોકો સાજા થયાં છે જ્યારે 253 લોકો સારવાર હેઠળ
દર્દીઓના સેમ્પલ લીધા બાદ તમામને તાત્કાલિક અસરે દાખલ કરવાના હોય છે. જોકે સિવિલમાં દર્દીઓને ઘરે મોકલી આપવામાં આવતાં હોવાની ગંભીર બાબત ધ્યાનમા઼ આવી છે. જેના કારણે દર્દીઓને રિપોર્ટની જાણ ન હોઇ તેઓ સંક્રમણ વધારી શકેે છે. જેથી આવા ટેસ્ટ કર્યાં બાદ દર્દીઓને ફરજિયાત દાખલ કરવા અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેમને રજા નહીં આપવાની સૂચના આપી હતી. બીજી તરફ શનિવારે ભરૂચમાં 15, અંક્લેશ્વરમાં 6, જંબુસરમાં 3 તેમજ ઝઘડિયા-હાંસોટમાં 1-1 કેસ નોંધાતા પોઝિટિવનો આંક 791 પર પહોંચી ગયો છે. આજે 46 લોકોને રજા આપતાં કુલ 522 લોકો સાજા થયાં છે જ્યારે 253 લોકો સારવાર હેઠળ છે.
દાંડિયાબજાર સ્વામીનારાયણ મંદિર કન્ટેઇન્મેન્ટ જાહેર, દર્શન માટે બંધ
ભરૂચ શહેરના દાંડિયા બજાર ખાતેના સ્વામીનારાયણ મંદિરના ભગતનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મંદિર પરિસરમાં ફફડાંટ ફેલાયો છે. ં મંદિર પરિસરને કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ભક્તોને પણ દર્શન માટે મંદિરને બંધ કરવામાં આવ્યું છે.
જૂની શાક માર્કેટના વેપારીઓનો પાલિકાના જાહેરનામા સામે વિરોધ
ભરૂચ પાલિકા દ્વારા બપોરે 4 વાગ્યા બાદ ં દુકાનો બંધ કરવાનો નિર્ણય જૂની શાક માર્કેટ વેપારી એસોશિએશન કે યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના સભ્યોને કોઇ પણ પ્રકારની જાણ કર્યાં વિના લેવાયો છે. સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે. > મહંમદ શોએબ, ઉપપ્રમુખ, જૂની માર્કેટ એસો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ee5a9m
No comments:
Post a Comment