જિલ્લમાં શુક્રવારે મધરાત્રે ધોધમાર વરસાદ બાદ શનિવારે બપોર પછી ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. નેત્રંગ તાલુકમાં ધમાકેદાર એન્ટ્રી કરતાં નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. નેત્રંગ તાલુકામાં સાંજે 4 થી6 વાગ્યામાં 3.5 ઇંચ વરસાદમાં અમરાવતી નદીના ધસમસતા પ્રવાહમાં નેત્રંગના 54 વર્ષિય પ્રૌઢ તણાઇ ગયા હતા. તેમને શોધવા તંત્રે કાર્યવાહી હાથધરી છે.
વાલિયામાં 1 મિમી અને ઝઘડિયામાં 3 મિમી વરસાદ નોંધાયો હતો
નેત્રંગના સરપંચ બાલુ વસાવાએ જણાવ્યુ હતુ કે, નેત્રંગના જલારામ ફળિયામાં રહેતા 54 વર્ષિય ગણેશ રામસિંગ વસાવા નેત્રંગના કોશિયાકોલામાં રહેતી તેમની બહેનને ત્યા ગયા હતા. દરમિયાન નદી કિનારે જતાં અમરાવતી નદીમાં અચાનક પાણી વધી જતાં તેમાં તણાઇ ગયા હતા.કેટલાક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી સાથે જ વીજ પુરવઠો ડૂલ થયાની ફરિયાદો પણ ઉઠી હતી. ભરૂચ શહેરના વિસ્તારોમાં પાણી ભરાતા અને વીજ પુરવઠો ખોરવાતા પાલિકાની અને વીજ વિભાગની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. જંબુસર શહેરમાં ઘુંટણ સમા પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા.ભરૂચ તાલુકમાં 14 મિમી, અંકલેશ્વરમાં 12 મિમી, જંબુસરમાં 72 મિમી, નેત્રંગમાં 89 મિમી, વાલિયામાં 1 મિમી અને ઝઘડિયામાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CNqXV8
No comments:
Post a Comment