નર્મદા જિલ્લામાં કરોના કહેર વકરી રહ્યો છે. લોકલ સંક્રમણ ને લઈને આજે નર્મદા જિલ્લામાં 232 જેટલા કેશો નોંધાયા છે જેમાં રાજપીપલા ને અડીને આવેલ વડિયા ગામની રોયલ સનસીટી, સદ્ ગુરુવિલા, રામેશ્વરમ આમ પાંચ થી છ કેશો પોઝિટિવ આવતા આ સોસાયટીનો કેટલાક વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ગામમાં કોરોનું સંક્રમણ ફેલાઈ નહિ અન્ય ને રોગ લાગે નહિ એ માટે સાવચેતીના ભાગ રૂપે વડિયા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી દેવેન્દ્ર જોષી અને સરપંચ મહેશ રજવાડી ના નેતૃત્વમાં આખા ગામ અને તમામ સોસાયટીઓમાં સેનિટાઇઝર નો છંટકાવ સવાર સાંજ કરવામાં આવી રહ્યું છે.
વડિયા ગ્રામપંચાયત ના નાણામંત્રી ચંદ્રેશ પરમાર, માજી સરપંચ અમિત વસાવા, સદસ્ય વિજય વસાવા અને ગામના યુવાનોના સહકાર થી છેલ્લા ત્રણ દિવસ થી સતત વડિયા ગામની તમામ સોસાયટી, તમામ ફળીયા તથા ગ્રામપંચાયત કચેરી પ્રાથમિક શાળા આંગણવાડી સહીત ને સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32WpIxw
No comments:
Post a Comment