આમોદનાં આછોદ ગામેસ્મશાનમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. ટીમે જુગાર રમતાં 7 જુગારિયાઓેને ઝડપી પાડી તેમની પાસેથી 13 હજાર રૂપિયા રોકડા, 3 મોબાઇલ તેમજ એક રીક્ષા અને બે બાઇક મળીી કુલ 1.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આમોદ તાલુકાના આછોદ ગામે આવેલાં સ્મશાનમાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી આમોદ પોલીસને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દોડી જઇ સ્મશાનને ચારેય તરફથી કોર્ડન કરી જુગાર રમતાં ઐયુબ અબ્દુલ કડુજી, અબ્દુલ રહેમાન મહંમદ શેખ, જૂબેર અબ્દુલ્લા જેકા, મુનીર મુસા અહેમદ મોજીયા, ગુલામ હસન મુસા, અહમદ હુસેન અલ્લી મકુ તેમજ હૂજેફ ઉર્ફે બડુ ઇબ્રાહિમ સાકરિયાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/331w9iG
No comments:
Post a Comment