નર્મદા જિલ્લામાં કિરોનાનું લોકલ સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. જિલ્લામાં શનિવારે નવા 12 કેસો પોઝિટિવ નોંધાયા છે. જેમાંં એન્ટીજન (રેપિડ) ટેસ્ટમા વધુ 07, RTPCR ટેસ્ટમાં વધુ 03 અને ટ્રુનેટ ટેસ્ટમાં વધુ 02 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 185, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 96 અને ટ્રુનેટ ટેસ્ટમાં 12 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 293 પર પહોંચી ગઈ છે.જ્યારે બીજીબાજુ કોરોના ને હરાવી કોરોના પોઝિટિવ દર્દીઓ એકદમ સ્વસ્થ થઈ રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં થી 05 દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 18 દરદીઓ સહિત કુલ 23 દરદીઓને આજે રજા પણ આપવામાં આવી છે.
લોકોએ જાતે જ સચેત થઈને કોરોનાથી બચવા માટે સાવધાની રાખવી
નર્મદા જિલ્લામા આજદિન સુધી રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 127 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 46 દર્દીઓ સહિત કુલ 173 દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે રીફર 3 દરદીઓ અને અમદાવાદ ખાતે રિફર 1 દરદી ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 80 દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૩૫ દરદીઓ સહિત કુલ 119 દરદીઓ સારવાર હેઠળ છે.આજે RTPCR ટેસ્ટમાં 23,એન્ટીજન (રેપીડ) ટેસ્ટમા 45 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટના 10 સહિત કુલ 78 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.લોકલ સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે એવી અપીલ પણ કરવામાં આવી છે કે, લોકોએ જાતે જ સચેત થઈને કોરોનાથી બચવા માટે સાવધાની રાખવી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g2mFaT
No comments:
Post a Comment