નારોલમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન એક્ઝિમ નામની સ્પીનિંગ ફેફ્ટરીમાં શુક્રવારે મોડી રાતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. આગ બૂઝાવતી વખતે એક ફાયર જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડ 17 ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
શોર્ટ સર્કિટને કારણે લાગી આગ
બનાવ ની મળતી માહિતી અનુસાર નારોલમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન એકજિમ નામની ફેકટરીમાં શુક્રવારે મોડી રાતે આગ લાગી હતી, જેને પગલે કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતો. આ આ અંગે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. માત્ર ફાયરના એક જવાનને કામગીરી દરમિયાન ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે વાત કરતા ચીફ ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યું હતું કે, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કંપનીમાં પૂરતા ફાયરના સાધનો અને NOC છે. કંપનીના જ સાધનોથી પાણી લઇ અને આગ કાબૂમાં લેવામાં આવી હતી.
ફેબ્રુઆરમાં લાગેલી આગમાં 7નાં મોત થયાં હતાં
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર થોડા મહિના પહેલા ચિરીપાલ ગ્રૂપની આ જ ફેક્ટરીમા મોડી રાતે અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં સાત લોકોના મોત થયા હતા. આ સમગ્ર મામલે ચિરિપલ ગ્રુપના માલિક સહિત છથી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ijWddn
No comments:
Post a Comment