કોરોના કાળમાં કરાયેલા લૉકડાઉન પછી ઉદ્યોગ જગતની સૌથી મોટી મુશ્કેલી શ્રમિકોની અછતની છે. વતન ગયેલા શ્રમિકો હજુયે શહેરોમાં પાછા આવવા નથી માંગતા. આ મુશ્કેલીના કારણે અમદાવાદ-સુરત મેટ્રો યોજનાનું કામ પણ ખોટકાઈ ગયું છે. બધું જ નક્કી થયા પછીયે શ્રમિકોની અછત સૌથી મોટો અવરોધ છે. આ સ્થિતિમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને (જીએમઆરસીએલ) રૂ. 12 લાખ ખર્ચીને ઓડિશાથી વિમાનમાં 150 શ્રમિકોને બોલાવ્યા છે. એવું મનાય છે કે, હજુ વધારે મજૂરોને વિમાનમાં લાવવામાં આવશે.
અનલૉક કરાયા પછી પણ અમદાવાદ મેટ્રો યોજના બેહાલ છે. તેમાં 40 કિ.મી. લાંબી ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનું અન્ડરગ્રાઉન્ડ કામ શરૂ થઈ ગયું છે. લૉકડાઉન પહેલા અહીં 700 એક્સપર્ટ શ્રમિક કામ કરતા હતા, જે મોટા ભાગે ઓડિશા અને ઝારખંડના હતા. જોકે, લૉકડાઉન પછી કોરોના પ્રકોપના કારણે શ્રમિકો પાછા ગયા અને એ કામ બંધ થઈ ગયું. કામ શરૂ થયા પછી કોન્ટ્રાક્ટરોએ કામ સમયસર પૂરું થાય, એ માટે શ્રમિકોને જૂનમાં પાછા બોલાવવાનું કામ શરૂ થયું.
હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ અને મોટેરાથી વાસણા સુધી મેટ્રો યોજનાનું કામ ચાલુ છે, જ્યારે વસ્ત્રાલથી ખોખરા એપરલ પાર્ક સુધી મેટ્રો ચાલુ છે, પરંતુ હજુ કોરોના વાઈરસના કારણે મેટ્રો ટ્રેન ઓપરેશન બંધ છે. જીએમઆરસીએલે કહ્યું છે કે, એપરલ પાર્કથી શાહપુર સુધી 6.83 કિ.મીની અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલ સુરંગનું મોટા ભાગનું કામ થઈ ગયું છે. લૉકડાઉનમાં શ્રમિકોની અછતને પગલે આ કામ મોડું થયું છે. હવે આ કામ ડિસેમ્બર સુધી પૂરું થઈ જશે. મેટ્રો સ્ટેશનો પણ બનાવાઈ રહ્યા છે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો યોજનામાં હાલ ફક્ત 20 ટકા શ્રમિક જ કાર્યરત
અમદાવાદ મેટ્રો યોજના માટે હાલ ફક્ત 20% શ્રમિક હાજર છે કારણ કે, લૉકડાઉનમાં કામ બંધ હતું. અનલૉક પછી અમદાવાદમાં 40 કિ.મી. ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરમાં ફક્ત 6 કિ.મી. મેટ્રો રેલ ટ્રેક પર ટ્રેન દોડે છે, જ્યારે બાકીના પટ્ટામાં કામ ચાલુ છે. તેના મોટા ભાગના રૂટ કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે, જેથી શ્રમિકો વતન જતા રહ્યા હતા.
અમારે હજુ શ્રમિકોની જરૂર છે: GMRCL
જીએમઆરસીએલે કહ્યું કે, કોરોનાના કારણે હજુ અમદાવાદ મેટ્રો માટે શ્રમિકોની જરૂર છે. અમદાવાદમાં 50 ટકાથી વધુ કામ શરૂ થયું છે. સુરતમાં પણ ટેન્ડર અપાઈ ગયા પછી મોટી સંખ્યામાં શ્રમિકોની જરૂર પડશે. એટલે આવતા દોઢ મહિનામાં ટેન્ડરો અપાતા શ્રમિકોની અછત કદાચ પૂરી થઈ જશે.
પહેલા 700 શ્રમિક કામ કરતા હતા
જીએમઆરસીએલે કહ્યું કે, અહીં લૉકડાઉન પહેલા અન્ડરગ્રાઉન્ડ કામના આશરે 700 નિષ્ણાત શ્રમિકો કામ કરતા હતા. અનલૉક પછી તેમને અહીં પાછા બોલાવવાનું કામ શરૂ થયું, જેમાં 150 શ્રમિકને તો વિમાનમાં લવાયા છે. તેમને અહીં લાવવા કોન્ટ્રાક્ટરે રૂ. 12 લાખનો ખર્ચ કર્યો છે. તેમાં મોટા ભાગના શ્રમિક ઓડિશાના, જ્યારે કેટલાક ઝારખંડ અને બિહારના છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WEKMVs
No comments:
Post a Comment