મુંબઈમાં “રાજગૃહ” ડો. બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાન પર અસામાજિક તત્વો દ્વારા થયેલી તોડફોડને કચ્છ સામાજિક સમરસતા મંચે વખોડી કાઢી, જવાબદારો સામે પગલા ભરવા કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. ડો.બાબાસાહેબના મુંબઈ સ્થિત સ્મારક “રાજગૃહ” જે તેઓનું સત્તાવાર નિવાસસ્થાન હતું, જેને કોઈક અજાણ્યા અસામાજિક તત્વોએ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે. આ કૃત્યના વિરોધમાં સામાજિક સમરસતા મંચ - કચ્છ, સામાજિક અગ્રણીઓએ જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટરને મળી, જવાબદારો સામે યોગ્ય તપાસ થાય અને ગુનેગારને સજા આપવાની માગ સાથે આવેદન પાઠવ્યું હતું. આ તકે નવીન વ્યાસ, હરેશ ભટ્ટ, ઈશ્વરભાઈ અરેઠિયા, અર્જુન મહેશ્વરી, નરેશ મહેશ્વરી, રાજેશ સોરઠિયા, માધુભા જાડેજા, મહેન્દ્ર નાકરાણી, વિરલ ભોરણિયા વગેરે હાજર રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WyUtoo
No comments:
Post a Comment